મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અર્જુન મોઢવાડિયાને ભાજપ સરકારમાં મંત્રી બનાવાશે કે નહીં? જુઓ શું કહ્યું તેમણે

બોટાદ જિલ્લામાં સાળંગપુરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં હાજરી આપવા આવેલા પો

VIDEO : અર્જુન મોઢવાડિયાને ભાજપ સરકારમાં મંત્રી બનાવાશે કે નહીં? જુઓ શું કહ્યું તેમણે

બોટાદ જિલ્લામાં સાળંગપુરમાં  પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં હાજરી આપવા આવેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આગામી દિવસોમાં મંત્રી મંડળમાં સમાવેશ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે મંત્રીમંડળમાં પોતાના સમાવેશની બાબતને  હાસ્યાસ્પદ ગણાવતા ખંડન ર્ક્યું હતું. 

તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઇ હોવા છતાં જીતી ગયા હોય તેવો માહોલ ઉભો કરી રહી છે. જ્યારે ભાજપ આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને લઈને કાર્યકરોને જાગૃત કરવાનું કામ કરશે.

પ્રદેશ કારોબારી બેઠકમાં પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગોરધનભાઈ ઝડફિયા સહિત હોદ્દેદારોએ હાજરી આપી હતી.

આ સમાચાર શેર કરો