મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં પોરબંદરનો પત્રકાર નકલી નોટો સાથે ઝડપાયો

રાજકોટ એસઓજીએ પોરબંદરના પત્રકારને નકલી નોટ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી નકલી નોટ જાતે જ છાપીને વટાવવા જત

રાજકોટમાં પોરબંદરનો પત્રકાર નકલી નોટો સાથે ઝડપાયો

રાજકોટ એસઓજીએ પોરબંદરના પત્રકારને નકલી નોટ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી નકલી નોટ જાતે જ છાપીને વટાવવા જતાં  ઝડપી લેવામાં આવ્યો છે. 

રાજ્યમાં નકલી ચીજ વસ્તુઓની બોલબાલા હોય તેમ અવારનવાર નકલી વસ્તુઓ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે આજે રાજકોટ એસઓજીએ પોરબંદરના પત્રકાર હિતેશ દાવડાની અટકાયત કરી છે. વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપીને  ૧૦૦ ના દરની ૧૭ નકલી નોટ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી નકલી નોટ જાતે જ છાપીને વટાવવા જતાં પકડાયો હતો. હાલ પોલીસ હિતેશની વધુ પૂછપરછ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો