PORBANDAR / પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડીયાની 1 લાખથી વધુ મતોથી જીત
Porbandar Election Result 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે 5 વિધાનસભા બેઠકો પોરબંદર, ખંભ

Porbandar Election Result 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે 5 વિધાનસભા બેઠકો પોરબંદર, ખંભાત, વિજાપુર, માણાવદર અને વાઘોડિયા પર પેટા ચૂંટણી યોજાઈ હતી. એમાં પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડીયાની જીત થઇ છે.
અર્જુન મોઢવાડીયાની 1 લાખથી વધુ મતોથી જીત
પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડીયાની 1 લાખથી વધુ મતોથી જીત થઇ છે. તેમને 1,33,163 મત મળ્યા છે, જયારે કોંગ્રેસના ઉમેદવાર ઓડેદરા રાજુ ભીમાને માત્ર 16,355 મત મળ્યા છે. આમ અર્જુન મોઢવાડીયાની 1,16,808 મતે જીત થઇ છે.






