પોરબંદરઃ ચાલુ ગાડીમાં કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતા યુવકનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
પોરબંદરમાં ચાલુ ગાડીમાં કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વ

પોરબંદરમાં ચાલુ ગાડીમાં કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઇન્જેક્શનના માધ્યમથી યુવક કથિત રીતે ડ્રગ્સ લેતો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
હાલ આ વ્યક્તિ કોણ છે, ક્યાનો છે અને વીડિયોમાં જોવા મળે છે એ પ્રમાણે એ ખરેખર ડ્રગ્સ લે છે કે કેમ અમે તેની કોઈ પુષ્ટી કરતા નથી. પરંતુ પ્રતિબંધિત નસાના પદાર્થ ક્યાંથી આવ્યા કોણ લાવ્યું અને કેવી રીતે યુવકો આમ ખુલ્લેઆમ તેનો ઉપયોગ કરી રહ્યા છે એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે.
હાલ તો આ વીડિયો VP RAJA KOTDA24 ઇન્સ્ટાગ્રામ IDના નામે વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. આ વીડિયો kotda2280official નામના એકાઉન્ટ પરથી વાયરલ થઈ રહ્યો છે.






