મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબી કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા પહેલા રાજકીય ભડકો: ખેડૂતના સવાલોથી પક્ષમાં ગરમાવો

સોર્સ: gstv

મોરબીમાં યોજાનાર કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા પહેલા જ રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. મોટી માટલી ગામના એક ખેડૂતે જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સામે ખેતરમાં દાદાગીરી કરીને વીજ લાઈન પસાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ખેડૂતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સુધી રજૂઆત કરી હતી... જેતપરના આંદોલન દરમિયાન ખેડૂતે અગ્રણી નેતાઓ લલિત કગથરા અને ધારાસભ્ય કિરીટ પટેલને સીધા સવાલો કર્યા હતા કે જ્યારે ખેડૂતો વીજ લાઈનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે નેતાઓ ક્યાં હતા? તેમજ વિધાનસભામાં આ મુદ્દે કેટલા પ્રશ્નો ઉઠાવ્યા? ખેડૂતોના નામે રાજકીય રોટલો શેકતા નેતાઓને ખુલ્લા પાડવાની આ અપીલથી સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો