મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

MORNING BULLETIN / ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ, મોરબીમાં ગરબા ગ્રાઉન્ડમાં ભારે હોબાળો

MORNING BULLETIN / ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ, મોરબીમાં ગરબા ગ્રાઉન્ડમાં ભારે હોબાળો
આ સમાચાર સાંભળો

બાંગ્લાદેશમાં રિસોર્ટમાં ભીષણ આગ

બાંગ્લાદેશના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ કોક્સ બાજારના એક રિસોર્ટમાં વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ કરૂણ દુર્ઘટનામાં ૧૦ લોકોના દર્દનાક મોત થયા છે, જ્યારે ૯ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત પાંચ દેશોને રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદવા પર ટેરિફમાં મોટી છૂટ આપતાં હવે ભારત-યુએસ ટ્રેડ ડીલનો રસ્તો સાફ થયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સંકેત આપ્યા છે કે બંને દેશો ટૂંક સમયમાં ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.

ઇન્ટરનેટ હવે મૌલિક અધિકાર: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતાં બાળકો સહિત તમામ નાગરિકો માટે ઈન્ટરનેટ એક્સેસને મૌલિક અધિકાર ગણાવ્યો છે. બંધારણના આર્ટિકલ ૧૯ અને ૨૧નો હવાલો આપી અદાલતે સ્પષ્ટ કર્યું કે આજના ડિજિટલ યુગમાં શિક્ષણ કે દૈનિક જરૂરિયાતો માટે બાળકોને પણ ઈન્ટરનેટથી દૂર રાખી શકાય નહીં.

સાઉદી અરેબિયા જતી તમામ ફ્લાઇટ્સ રદ

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરેબિયા જતી જેદ્દાહ, રિયાધ અને દમામની તમામ ફ્લાઇટ્સ ૨૪ ઓક્ટોબર સુધી રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. એરલાઇન્સે અસરગ્રસ્ત મુસાફરોને કોઈ પણ વધારાના ચાર્જ વગર તારીખ બદલવા અથવા પૂરેપૂરું રિફંડ મેળવવાની સુવિધા આપી છે.

મોરબીમાં ગરબા ગ્રાઉન્ડમાં ભારે હોબાળો

મોરબીની પાટીદાર નવરાત્રીમાં સ્ટેજ પર અન્ય ધર્મના યુવકની હાજરી સામે આવતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. કાર્યકરોએ ગ્રાઉન્ડમાં રામધૂન બોલાવી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પોલીસે દરમિયાનગીરી કરી આયોજકો પાસેથી ખાતરી અપાવી મામલો શાંત પાડ્યો હતો.

તો જાણીએ હવે આજના રાશિફળ વિષે

આજે મેષ, સિંહ અને ધન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વૃષભ, કન્યા અને મકર રાશિએ વાણી પર સંયમ રાખવો અને અચાનક થતા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. મિથુન, તુલા અને કુંભ રાશિ માટે માન-સન્માનમાં વૃદ્ધિ અને નવા સંપર્કોથી લાભના ઉત્તમ યોગ છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને પારિવારિક સુખ મળશે તથા અધૂરા રહેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.

ચાલો હવે જાણીએ આજનું પંચાંગ...

આજે આસો સુદ આઠમ (દુર્ગાષ્ટમી) છે. નક્ષત્ર ઉત્તરાષાઢા અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. દિવસના શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્ત બપોરે ૧૧:૫૦ થી ૧૨:૩૬ સુધીનું છે, જ્યારે રાહુકાળ સાંજે ૦૪:૪૩ થી ૦૬:૧૦ સુધી રહેશે.

હવે નજર કરીએ આજના ઇતિહાસ પર..

18 ઓક્ટોબર ૧૮૬૭ના રોજ અમેરિકાએ રશિયા પાસેથી માત્ર ૭.૨ મિલિયન ડૉલરમાં અલાસ્કા ખરીદી સત્તાવાર કબજો મેળવ્યો હતો, જેને આજે 'અલાસ્કા ડે' તરીકે ઉજવવામાં આવે છે.

અને હવે, એક સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરીએ..

સત્ય અને શાંતિ એ જ સૌથી મોટી શક્તિ છે.

આ સમાચાર શેર કરો