મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબી હાઈવે પર અકસ્માત, 2 શ્રમિકોનાં મોત

સોર્સ: gstv

મોરબીના નવલખી હાઈવે પર વહેલી સવારે બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 10 શ્રમિકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોની ઓળખ મહેન્દ્ર રૂમાલભાઈ મોવેલ અને શંકર પુનસિંગ અજનાર તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, તમામ શ્રમિકો મજૂરી કામ માટે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો