Video: મોરબીના નીચી માંડલ ગામ પાસે ફેક્ટરી કમ્પાઉન્ડમાં ડમ્પરની ટક્કરે મહિલાનું કરુણ મોત નીપજ્યું

મોરબી નજીક આવેલી સિમેરો વીટ્રીફાઇડ કંપનીના કમ્પાઉન્ડમાં એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ફેક્ટરી પરિસરમાં પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરે અડફેટે લેતા અમરતબેન સોલંકી નામની મહિલાનું ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બનાવ અંગે મૃતક મહિલાના પુત્રે મોરબી તાલુકા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




