Video: મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સરકાર સામે શક્તિ પ્રદર્શન

મોરબીમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખેડૂત આક્રોશ સભા યોજાઈ રહી...આ સભામાં સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના ખેડૂત આગેવાનો વિશેષરૂપથી જોડાયા છે....સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું નબળું રહેવાથી અને ઓછા વરસાદને કારણે ખરીફ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે,તેમજ દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં ઉત્પાદન નહિવત રહ્યું છે. વીજપોલની સમસ્યા, સિંચાઈ અને પીવાના પાણીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા આ આંદોલનને કોંગ્રેસના મોટા શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.




