મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસના જાહેરનામાના ફરી ઉડ્યા લીરા, જાહેરમાં જન્મદિવસ ઉજવી ફોડ્યા ફટાકડાં

સુરતમાં છાસવારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાના દ્રશ્યો સામે આવતાં હોય છે. ત્યારે સુરતમાં જાહેરમાં જન્

સુરતમાં પોલીસના જાહેરનામાના ફરી ઉડ્યા લીરા, જાહેરમાં જન્મદિવસ ઉજવી ફોડ્યા ફટાકડાં

સુરતમાં છાસવારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાના દ્રશ્યો સામે આવતાં હોય છે. ત્યારે સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. પાંડેસરા વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યો છે. સાગર નામના વ્યક્તિનો જાહેરમાં બે ફોર વ્હીલ પર કેક મૂકી ઉજવણી કરાઇ હતી.

ફટાકડા ફોડી આતિશબાજી કરી

ફટાકડા ફોડી, આતિશબાજી કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અગાઉ હોળીમાં પણ દારૂ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આવા લુખ્ખા તત્વો પર કયારે એકશન લેવાશે એ જોવાનું રહ્યું.

જાહેરમાં તમાશો

સાગર નામના વ્યક્તિની કેક બે અલગ અલગ કાર પર રાખીને નામ લખવામાં આવ્યું હતું. સાથે જ ફીણવાળા સ્પ્રેથી અલગ અલગ યુવકો દ્વારા છટકાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો