મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુંબઈમાં ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને ઝડપવા સુરત પોલીસના જવાનો બન્યા ટેક્સી ડ્રાઈવર, બે દિવસ વોચ ગોઠવી આ રીતે દબોચ્યો

સુરત પોલીસ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી રહી છે. જેમાં છાસવારે ડ્રગ્સના જથ્થા સાથે પેડલરોને

મુંબઈમાં ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને ઝડપવા સુરત પોલીસના જવાનો બન્યા ટેક્સી ડ્રાઈવર, બે દિવસ વોચ ગોઠવી આ રીતે દબોચ્યો

સુરત પોલીસ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી રહી છે. જેમાં છાસવારે ડ્રગ્સના જથ્થા સાથે પેડલરોને ઝડપી લેવામાં આવતાં હતાં. જો કે, મોટાભાગના કેસમાં એક આરોપી મુંબઈથી પેડલરોને ડ્રગ્સ આપતો હોવાનું ખુલતું હતું. ત્યારે ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને ઝડપી લેવા માટે પોલીસે મુંબઈના ગીચ વિસ્તારમાં જઈને બે દિવસ ટેક્સી ચલાવી વોચ રાખી હતી. ત્યારબાદ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ટ્રીક અપનાવી

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી ડ્રગ્સના મુખ્ય સપ્લાયર અનીસખાન ઉર્ફે અનીસમામુ મુબઈ ગોવન્ડીના શિવાજીનગરમાં છુપાઈને રહેતો હોવાની બાતમી મળી હતી. આ વિસ્તાર ખૂબ જ ગીચ અને ભીડભાડવાળો હતો. જેથી પોલીસે બે દિવસ મહારાષ્ટ્રના પાસિંગની ઓલા કાર ડ્રાઈવર તરીકે ચલાવી વોચ કરી હતી. ત્યારબા મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી લીધો હતો.

ઘર બેઠા ચલાવતો કારોબાર

અનિસખાન મુંબઈથી બેઠા બેઠા ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો હતો. જુદી જુદી ટ્રેનોમાં તથા રોડ માર્ગે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. છ મહિના પગેલા તેનું મોપેડ લઈને જતી વખતે અકસ્માત થયો હતો. જેથી પગમાં ફ્રેકચર થયું હોવાથી ચાલી શકે તેમ નહોતો. આરોપી પકડતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.આરોપી ચાર ગુનામાં મોસ્ટ વોન્ટેડ હતો. 

આ સમાચાર શેર કરો