મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હવે પોલીસ દેખાશે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈક્સ પર, ગુનેગારો પર નજર રાખવા મહત્વપૂર્ણ સ્થળોએ કરશે પેટ્રોલિંગ

સુરતમાં ગુનેગારો પર નજર રાખવા અને ગુનાખોરી નાથવા હવેથી શહેર પોલીસ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇકનો ઉપયોગ કરશે. હજ

સુરતમાં હવે પોલીસ દેખાશે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈક્સ પર, ગુનેગારો પર નજર રાખવા મહત્વપૂર્ણ સ્થળોએ કરશે પેટ્રોલિંગ

સુરતમાં ગુનેગારો પર નજર રાખવા અને ગુનાખોરી નાથવા હવેથી શહેર પોલીસ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇકનો ઉપયોગ કરશે. હજીરાની AM/NS કંપનીએ શહેર પોલીસ વિભાગને 25 ઇ-બાઇક આપી છે, જેનું લોકાર્પણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું હતું. ડ્રિમ સિટી ડુમસ બીચ, ઉમરા, તાપી કિનારે, ઉધના મગદલ્લા રોડ યુનિવર્સિટી, વેસુ, અલથાણ, સિટીલાઇટ ટેક્સટાઇલ માર્કેટ, રેલવે સ્ટેશન, વરાછા અને સુવાલી બીચ,રાજમાર્ગ સહિતનો કોટ વિસ્તાર સહિતના 13 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇ-બાઇકથી પેટ્રોલિંગ કરાશે.

આ પણ વાંચોઃ સાપુતારામાં MPની બસ અકસ્માતમાં વધુ એકનું મોત, 50 વર્ષીય મહિલાએ સુરત સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

ભીડવાળા બજારો પર રહેશે નજર

આ ઇ-બાઈક્સ, ખાસ કરીને સાંકડી ગલી, ભીડવાળા બજારો અને ખાસ કાર્યક્રમોમાં કે જ્યાં ફોર વ્હીલર્સ વાહનોનો ઉપયોગ સરળ અવર-જવર માટે થઈ શકતો નથી, ત્યાં પોલીસ પેટ્રોલિંગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ ઇ-બાઈકથી પોલીસ દળની ગતિશીલતા વધશે, જેથી ઝડપથી પ્રતિક્રિયા આપી શકાય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાશે.

મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, "સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઇકસના ઉપયોગનો પ્રારંભ સ્માર્ટ પોલીસિંગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. બજાર અને જાહેર સ્થળ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારો કે જ્યાં પરંપરાગત પોલીસ વાહનોની ગતિને નડતાં અવરોધોને કારણે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઇ-બાઇકસ પેટ્રોલિંગની કાર્યક્ષમતામાં વધારો કરશે અને સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપશે.અનુપમસિંહ ગેહલોત, સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, "આ ઇ-બાઇકસની ઉપસ્થિતિ અમારા પોલીસ કર્મચારીઓની ચુસ્તતા અને સુરક્ષા ક્ષમતામાં સુધારો કરશે. 

આ સમાચાર શેર કરો