મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં દારૂની જગ્યાએ વાળ વધારવાના ડુપ્લિકેટ તેલનો આટલો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી..

સુરતના ગોડાદરામાં મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આ

સુરતમાં દારૂની જગ્યાએ વાળ વધારવાના ડુપ્લિકેટ તેલનો આટલો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી..

સુરતના ગોડાદરામાં મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આશંકા સાથે રેઈડ કરનાર પોલીસને ગોડાઉનમાંથી ૧૪.૫૦ કિંમતનો આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારવાની દવાની બોટલ્સ મળી આવી હતી. મૂર્તિકારના બે ભાઇએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી.

3350 નંગ બોટલ તેલ મળ્યું

ગોડાદરા પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આસપાસ વિસ્તારમાં આવેલાં પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડાદરા પોલીસે રેઈડ કરી હતી. રોહિત પાસેથી ૧૦ બિયરની બોટલ મળી આવી હતી. ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતાં પોલીસની બીજો મામલો હાથ લાગ્યો હતો. અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચતી આદિવાસી તેલની ૩,૩૫૦ નંગ બોટલ મળી આવી હતી. આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોઈ મામલો શંકાસ્પદ લાગ્યો હતો. દારૂ સાથે ઝડપાયેલાં રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતાં પોલીસે આ યુવક સહિત બેને અટકાયતમાં લીધા હતા.

બનાવટી તેલની આશંકા

ગોડાદરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલને લગતું કોઈ બિલ નહિ હોઇ ૧૪.૫૦ લાખની કિંમતની બોટલ્સનો જથ્થો પોલીસે ૪૧(૧)ડી હેઠળ કબજે લીધો હતો. વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિના મળેલો જંગી જથ્થો ચોરીનો છે કે પછી બનાવટી એ હાલ પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે.

આ સમાચાર શેર કરો