મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં તોડબાજ કોર્પોરેટર સામે પોલીસની લાલ આંખ, ડોમનું ડિમોલિશન ન કરવાના નામે પડાવ્યા રૂપિયા

સુરતમાં તોડબાજો પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરતી પોલીસની નજર

સુરતમાં તોડબાજ કોર્પોરેટર સામે પોલીસની લાલ આંખ, ડોમનું ડિમોલિશન ન કરવાના નામે પડાવ્યા રૂપિયા

સુરતમાં તોડબાજો પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરતી પોલીસની નજર હવે તોડબાજ કોર્પોરેટર પર પણ એટલી જ લાલ થતી જોવા મળી રહી છે. ત્યારે તોડબાજ કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછામાં પતરાના ડોમ બનાવનાર પાસેથી કોર્પોરેટરને ખંડણી માંગવી ભારે પડી હતી. પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અલગ અલગ રીતે તોડ કર્યો

રાજેશ મોરડીયાએ રૂપિયા આપી દો નહીતર તમારે ત્યાં પાલિકાની દબાણ શાખાને મોકલીને ડિમોલિશન કરાવી દેવાની ધમકી આપી એક લાખ પડાવ્યા હતાં. ખંડણીખોર કોર્પોરેટર રાજુ મોરડીયા પર બે ફરિયાદ દાખલ થતા ધરપકડ કરવામાં આવીછે. રાજેશ મોરડીયાએ અન્ય એક ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને 50 હજાર પડાવ્યા હતાં.

પક્ષે કર્યા સસ્પેન્ડ

 કોર્પોરેટર રાજુ મોરડીયા દ્વારા અનેક લોકોને બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સાથે સુરત પોલીસે બનનારને પોલીસનો સંપર્ક કરવા જાહેરાત કરી હતી. તોડબાજો અને નકલી પત્રકારો બાદ હવે કોર્પોરેટર પણ ખંડણીના ગુનામાં પકડાઈ જતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ રાજુ મોરડીયા સામે કાર્યવાહી થતાં આમ આદમી પાર્ટી દ્વારા તેમને પક્ષમાંથી 21 એપ્રિલ, 2023 ના રોજ પાર્ટીના દરેક હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી તે સમયે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલા હતાં. રાજેશભાઈ મોરડીયા સાથે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો