સુરતમાંથી તોડબાજ પત્રકાર ઝડપાયા, હોટલના માલિક પાસેથી માગ્યા હતા 50 હજાર
સુરતમાં આરટીઆઈના નામે ખંડણી ઉઘરાવતા તોડબાજ પત્રકારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે વધુ બે તોડબાજ

સુરતમાં આરટીઆઈના નામે ખંડણી ઉઘરાવતા તોડબાજ પત્રકારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે વધુ બે તોડબાજ પત્રકાર સામે ફરિયાદ મળતાં પોલીસે બે તોડબાજ પત્રકારોની ધરપકડ કરી છે. બન્ને આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હોટલનું કામ ચાલતું ત્યારે પૈસા માગ્યા
મળતી વિગતો મુજબ ગુજરાત સમીકરણના તોડબાજ પત્રકાર તલ્હા ચાંદીવાલાની ધરપકડ કરી છે. સેવન સી ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસેન બેગની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક ચિરાગ પટેલે ફરિયાદ આપી હતી. હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બન્ને તોડબાજ પત્રકારોએ ૫૦-૫૦ હજારની માંગણી કરી હતી.
12 અને 22 હજારનો તોડ કરાયો
બંન્ને પૈકી તલ્હા ચાંદીવાલાએ ૧૨ હજાર રૂપિયા તોડ કર્યો હતો. બીજો તોડબાજ પત્રકાર મુસ્તાક હુસેન બેગએ ૨૨ હજારનો તોડ કર્યો હતો. બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે. ડીસીપી પિનાકીન પરમારે કહ્યું કે, ફરિયાદના આધારે બન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હાલ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





