મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાના શક્તિપીઠ બહુચરાજી મંદિરના દર્શનપથ પર છરા સાથે રીલ બનાવનાર શખ્સને પોલીસે ભણાવ્યો પાઠ

મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ

મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના દર્શનપથ પર ધારદાર છરા સાથે રીલ બનાવી કાયદાનો ભય ફેલાવનારા માથાભારે ઈસમને પોલીસે પાઠ ભણાવ્યો છે. બેચર ગામના નાનસંગ ઉર્ફે પીન્ટુ સોલંકી નામના શખ્સે પવિત્ર યાત્રાધામમાં હથિયારનું પ્રદર્શન કરતી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.

પોલીસે આરોપીને જે સ્થળે રીલ બનાવી હતી ત્યાં જ ઉઠક-બેઠક કરાવી

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બહુચરાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને જે સ્થળે રીલ બનાવી હતી ત્યાં જ લઈ જઈ જાહેરમાં ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું અને લોકોની માફી મંગાવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી રીલના રવાડે ચઢી કાયદો હાથમાં લેનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે

આ સમાચાર શેર કરો