વસ્ત્રાપુરમાં દારૂ પાર્ટી ભારે પડી, પોલીસે રેડ કરી 5ને ઝડપી લીધા
અમદાવાદના વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ વિસ્તારમાં આવેલા એનઆરઆઇ ટાવરમાં વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડીન

અમદાવાદના વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ વિસ્તારમાં આવેલા એનઆરઆઇ ટાવરમાં વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડીને દારૂની પાર્ટી કરી રહેલી બે યુવતી અને ત્રણ યુવકોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા. એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીના કારણે સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસે દરોડો પાડ્યો હતો.
ફ્લેટમાં દારુ પીને કરી રહ્યા હતા ડાન્સ
વસ્ત્રાપુર પોલીસનો સ્ટાફ શનિવાર રાતના સમયે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યો હતો કે જજીસ બંગ્લોઝ વિસ્તારમાં આવેલા એનઆરઆઇ ટાવરના એક ફ્લેટમાં કેટલાંક લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે. NRI ટાવરના A-વિંગમાં કેટલાક યુવક-યુવતીઓ દારૂ પીને ડાન્સ કરી રહ્યા હોવાનો મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી. પોલીસ ટીમ ટાવરના ત્રીજા માળે આવેલા 304 નંબરના ફ્લેટ પર દરોડો પાડતા ત્રણ યુવકો અને બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પાંચેય આરોપીને ઝડપી લીધા
પુછપરછમાં તેમના નામ ચેતન કોમ્પેલા (રહે. શિલ્પ રિવાન્તા એપાર્ટમેન્ટ,શેલા), કલ્પિત ઠક્કર (રહે. અમી અંખડ આનંદ સોસાયટી,સીટીએમ), રોશની ગોયન્કા, પ્રિતી અગ્રવાલ અને લક્ષ્મી કોયા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રિતી અગ્રવાલ, રોશની અને લક્ષ્મી કોયા એ ત્રણ જણા ભાડાના ફ્લેટમાં રહેતા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.





