અંબાજીમાં સગીરા પર ગેંગરેપ કેસમાં પોલીસે આરોપીના લગાવ્યા પોસ્ટર
બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની છે. દુષ્કર્મના આરોપીઓ ભાગવામાં સફળ થતા

બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની છે. દુષ્કર્મના આરોપીઓ ભાગવામાં સફળ થતાં પોલીસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બીજી તરફ અંબાજી પોલીસ અને જિલ્લા પોલીસનો કાફલો અલગ અલગ ટીમ બનાવીને આરોપીના ઘર સુધી પહોંચ્યો હતો.
માહિતી અનુસાર 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નિકળી હતી. આ દરમિયાન ઘોડા ટાંકણી ગામનો લાલા પરમાર સગીરાને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ અવાવરુ જગ્યાએ લઈ જઈ 6 નરાધમોએ સાથે મળીને સગીરાને પીંખી નાખી હતી. જેના લીધે તે બેભાન થઇ ગઇ હતી. નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: સુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં
છ નરાધમોએ સગીરાને પીંખી
ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણીનો વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યા લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમોએ વારાફતી બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા
પવિત્ર યાત્રાધામમાં બળાત્કાર ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. આરોપીને જલદીમાં જલદી પકડી કડકમાં કડક કાર્યવાહી માંગ કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.








