પાલીતાણામાં દિકરીની હત્યા કરનાર પિતા અને કાકાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
પાલીતાણામાં પોતાની જ દિકરીની હત્યા કરનાર હત્યારા પિતા અને કાકાને આખરે પોલીસ દ્વારા ગણતરીના કલાકો

પાલીતાણામાં પોતાની જ દિકરીની હત્યા કરનાર હત્યારા પિતા અને કાકાને આખરે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે. ગત સાત તારીખના રોજ પુત્રીની ગળું દબાવીને હત્યા કરી હતી. પાલીતાણા પોલીસે હત્યારા પિતા અને પુત્રીના કાકાને ઝડપી લીધા છે. પોલીસે દિપક ધીરુભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડને ઝડપી લીધા છે. આરોપીઓએ દીકરીની હત્યા કરી સગા સંબંધીઓને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. દીકરીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીઓની ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
ભાવનગરમાંથી એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક યુવતી પ્રેમ સંબંધમાં હોવાને કારણે તેના જ પરિવારજનોએ તેની હત્યા કરી હતી. ભાવનગર જિલ્લામાં પાલીતાણાના રાણપરડા ગામે યુવતીને પ્રેમ કરવા બાબતે મોતની સજા મળી છે. રાણપરડા ગામે રહેતી એક 19 વર્ષીય યુવતીની તેના પિતા અને કાકાએ હત્યા કરી હોવાની ગંભીર ઘટના સામે આવી હતી.
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબધ હતો જેને લઈને યુવતીના પિતા અને કાકાએ તેની હત્યા કરી નાખી હતી. યુવતીનું ગળું દબાવીને હત્યા કરી તેમજ સગા સંબંધીઓને જાણ કર્યા વગર યુવતીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જેને પગલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હત્યાનો બનાવ 7 માર્ચે બન્યો હતો અને યુવતીના નાનાએ આ મામલે 12 માર્ચે પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. હત્યાને મામલે પોલીસ દ્વારા દીપક ધીરુભાઈ રાઠોડ અને ભવસાંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીની ધરપકડ કરી છે.






