શાળાઓ શરૂ થાય તે અગાઉ રીક્ષા-વેન ચાલકો સાથે પોલીસની મિટીંગ, નિયમોનું પાલન ન કરનાર સામે થશે કાર્યવાહી
ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે

ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ-નિયમોનું પાલન રીક્ષા-વેન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહનચાલકોને નીતિ નિયમોનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ કાયદો તોડનાર સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.
બેઠક બાદ ગણગણાટ શરૂ
આ બેઠકમાં પોલીસ, આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રથમ વખત છે. જયારે શહેરના ત્રણ તંત્ર દ્વારા એક સાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાન કે રીક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરવા સહિતના નિયમોનું પાલન કરાવવા અંગે કહેવાયું હતું. ત્યારે સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે, બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય એમ છે.
કેપેસિટી પ્રમાણે બાળકોને બેસાડવા સૂચના
પોલીસ અધિકારીએ કહ્યું કે, આજે પોલીસ હેડક્વોર્ટર ખાતે ટ્રાફિક પોલીસ શાખા ખાતે સમગ્ર સુરતમાં સ્કૂલ રીક્ષા અને વેન ચાલકોની મીટીંગનું આયોજન કર્યું છે. નીતિ નિયમો મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવાથી લઈને નિયમોનું પાલન કરવા અંગેનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચનો અપાયા હતાં.








