મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જાહેર રસ્તા પર વીડિયો બનાવનાર યુવાનોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

વડોદરાના દાંડિયા બજાર બ્રિજ પર કેટલાક યુવાનો દ્વારા રિલનાઅ ચક્કરમાં રસ્તો બ્લોક કરાયો હત

વડોદરાના દાંડિયા બજાર બ્રિજ પર કેટલાક યુવાનો દ્વારા રિલનાઅ ચક્કરમાં રસ્તો બ્લોક કરાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે શહેરની રાવપુરા પોલીસ એક્શનમાં આવી હતી.

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા દાંડિયા બજાર બ્રિજ ઉપર કેટલાક યુવાનો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં રિલ બનાવવાના ચક્કરમાં જોખમી રીતે વીડિયો બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જાહેર રસ્તાની વચોવચ ખુરશી નાખીને બેખોફ રીતે ખુરશી નાખીને બેઠેલા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસને પડકાર ફેંકનાર આ યુવાનોની રાવપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવાનોની અટકાયત કરી કાયદાનું ભાન કરાયું હતું. 

આ સમાચાર શેર કરો