Ahmedabad news: જાહેરમાં તલવાર કાઢી દહેશત ફેલાવનારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, ત્રણ શખ્સોની ધરપકડ
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જાહેરમાં તલવાર કાઢી દહેશત ફેલાવનારા ત્રણ શખ્સોને પોલીસ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જાહેરમાં તલવાર કાઢી દહેશત ફેલાવનારા ત્રણ શખ્સોને પોલીસ દબોચ્યા છે. આરોપીઓએ ફરિયાદીને ગંદી અને બિભત્સ ગાળો બોલી તલવારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.
તલવારો બતાવી મારી નાખવાની ધમકી આપી
અમદાવાદના ગોમતીપુરમાં વર્ષ 2023માં થયેલી બબાલની અદાવત રાખી જાહેરમાં તલવાર કાઢી દહેશત ફેલાવનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ગોમતીપુર છોટા લાલાની ચાલી પાસે અફસર અન્સારી, મેરાજ અન્સારી અને ફેજલ અન્સારીની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદીના પડોશમાં રહેતા આરોપીઓએ ફરિયાદીને ગંદી અને બિભત્સ ગાળો આપી મારી સામે કેમ જોવે છે, કહી તલવારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.




