Dahod news: દારૂની રેડ પાડવા ગયેલા હેડ કોન્સ્ટેબલ પર કુહાડી વડે હુમલો, પોલીસકર્મી સારવાર હેઠળ
દાહોદમાં દારૂની રેડ કરવા ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્ય

દાહોદમાં દારૂની રેડ કરવા ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રળિયાતી ગામે રેડ માટે ગયેલી પોલીસ ટીમ દરમિયાન બુટલેગર સાથે હેડ કોન્સ્ટેબલની રકઝક અને ઝપાઝપી થઈ હતી. બુટલેગરે કુહાડીથી હુમલો કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સંતોષ ડામોરના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




