મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ક્વાટર્સમાં ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા 

ભરૂચમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચ

ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ક્વાટર્સમાં ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા 

ભરૂચમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ કવાટર્સમાં જ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી જિંદગીનો અંત આણ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલના અંતિમવાદી પગલા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.

પોતાના ક્વાટર્સમાં જ કર્યો આપઘાત

ભરૂચની દાંડિયા બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહીરે આપઘાત કરી લેધો હતો. કોન્સ્ટેબલે પોતાના પોલીસ કવાટર્સના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ આસપાસના રહીશોને થતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

આપઘાતનું કારણ અકબંધ

પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.મૃતક અશોક આહીર પરણિત છે. તેને સંતાનોમાં બે બાળકો છે. પોલીસ કોન્સ્ટેબલે ગતરોજ રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી. ત્યાર બાદ શું બન્યુ કે, પોલીસકર્મીએ અંતિમવાદી પગલુ ભરી લીધુ એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચાર શેર કરો