મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસના આ સાંસદ વિરુદ્ધ જામનગરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી (Imran Pratapgarhi) સહિત

કોંગ્રેસના આ સાંસદ વિરુદ્ધ જામનગરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી (Imran Pratapgarhi) સહિત પાંચ જેટલા લોકો સામે જામનગરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  જામનગરમાં મુસ્લિમ કોમના સમૂહલગ્નમાં આવેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં કિશન નંદા નામના ફરિયાદીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી, જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી, સંજરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સમૂહ શાદીના આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદ મુજબ સંજરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ કોમના સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સાંસદ ઇમરાન પ્રતાપગઢીની કાર્યક્રમમાં એન્ટ્રી સાથે બેકગ્રાઉન્ડમાં એક ઉશ્કેરણીજનક અને  રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધના શબ્દો વાગી રહ્યા છે. 

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આવો વીડિયો શેર કરીને ધાર્મિક લાગણી દુભાવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો