Amreli news: જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવીની ધમકીના 17 દિવસ બાદ પોલીસ ફરિયાદ
ગુજરાતના અમરેલીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરે

ગુજરાતના અમરેલીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરેલીની જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઈલના 17 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ગત છ જાન્યુઆરીએ સવારે સાડા આઠ વાગ્યાના અરસાં ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો.
કલેક્ટર ઓફિસમાં ટૂંક સમયમાં ચાર શક્તિશાળી બોમ્બ ફૂટશે
રામજન્મભૂમિ મંદિર, કલેક્ટર ઓફિસમાં ટૂંક સમયમાં ચાર શક્તિશાળી બોમ્બ ફૂટશે..તે પહેલા કલેકટર કચેરી ખાલી કરવાનો મેઈલ આવ્યો હતો..જોકે ધમકીભર્યા મેઈલના 17 દિવસ બાદ ડિઝાસ્ટર મામલતદાર અશોક મકવાણાએ અમરેલી સીટીમાં ફરિયાદ નોંધાવી હતી..અમરેલી એસઓજીએ ધમકી ભર્યા મેઈલ સામે તપાસ શરૂ કરી છે..




