લોકસાહિત્યકાર દેવાયત ખવડની કાર પર હુમલાને મુદ્દે ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ગઈકાલે રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. આ મામલે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધ

ગઈકાલે રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. આ મામલે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ રહી છે. પોલીસ દ્વારા ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોઁધવામાં આવી રહી છે. ગઈકાલે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન હતું. પરંતુ દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા નહીં. માટે તેઓ ડાયરામાં હાજર નહીં રહેતા હુમલો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગઈકાલે રાત્રીના સમય દરમિયાન જ્યારે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો, ત્યારે આ હુમલાની ઘટના બની હતી. જો કે ગાડીમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ હતા કે નહિ તે બાબતે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. હુમલો કરનાર દેવાયત ખવડની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. તેમજ દેવાયત ખવડ પર હુમલો કોણે કર્યો? ક્યા કારણો સર હુમલો કરવામાં આવ્યો તે અંગે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જોકે આ અંગે ચાંગોદર પોલીસે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ કરી છે. આ મામલે સનાથલ ગામના બે અને સાણંદના એક તેમ કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી રહી છે.




