સુરતમાં ટ્રાફિક સમસ્યાથી પોલીસ કમિશનર ઉતર્યા રોડ પર, લોકોના સજેશનથી લીધો આ નિર્ણય
સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજે રોજ માથાનો દુઃખાવો બની રહી છે. મેટ્રોના કારણે રસ્તાઓ સાંકડા થઈ રહ

સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજે રોજ માથાનો દુઃખાવો બની રહી છે. મેટ્રોના કારણે રસ્તાઓ સાંકડા થઈ રહ્યાં છે. ત્યારે સિગ્નલની પણ ભારે લમણાઝીંક છે. ત્યારે રસ્તા પર જ મોટાભાગનો સમય પસાર કરતાં લોકો ટ્રાફિકથી ત્રસ્ત છે. આવા સમયે લોકોની લાગણીઓને વાચા આપવા માટે સુરત પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા હતાં. તેઓ પાલિકા સહિતના અધિકારીઓ સાથે કારગીલ ચોક ખાતે પહોંચ્યા હતાં.
આ પણ વાંચોઃસુરતની નર્મદ યુનિવર્સિટીમાં આ કારણે જોડાયા હાથ, ગેટ પર પહોંચો ગયો કુલપતિ સહિતનો સ્ટાફ
રોડ પર જ ક્લાસ લેવાયો
રોડ પર ઉતરેલા પોલીસ કમિશનરે લોકોની વાતો સાંભળી હતી. જેમાં લોકોએ સર્કલથી લઈને બીઆરટીએસ રૂટ સહિતના પ્રશ્નોની સાથે સાથે વગર કામના અને જોઈતા ટ્રાફિક સિગ્નલો અંગે પોતાની વાત રજૂ કરી હતી. જેથી પોલીસ કમિશનરે તમામ નાગરિકોની વાત સાંભળીને રસ્તા પર જ મિટિંગ યોજી હતી. જેમાં અધિકારીઓના રોડ પર જ ક્લાસ લેવાઈ ગયા હતાં.
તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ
પોલીસ કમિશનરે ટ્રાફિક સમસ્યા હલ કરવાના આયોજનના ભાર રૂપે રસ્તા પર જ ટ્રાફિક સર્કલ નાના કરવા માટે આદેશ આપી દીધો હતો. સાથે જ બીઆરટીએસ રૂટ કાપવા અંગે પણ સૂચના આપી દીધી હતી. પોલીસ કમિશનરના આદેશના પગલે સ્થળ પર જ હાજર પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી.








