સુરત પોલીસનો નવતર પ્રયોગ, ગાડીઓ પર લગાવાશે લાઈટ, માઈક સિસ્ટમથી થશે એનાઉન્સમેન્ટ
સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત લોકો

સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર લાઈટ લગાવવામાં આવી રહી છે. સાથે જ ટ્રાફિક સહિતના વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓમાં માઈક સિસ્ટમ આપવામાં આવ્યાં છે. જેથી લોકોને સીધો જ મેસેજ આપી શકાય.
નાગરિકોને થશે સલામતીનો અનુભવ
કાયદો, વ્યવસ્થાની અને ટ્રાફીક વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની Flikaring લાઈટ ઉપયોગી બનશે. તે સાથે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇની ગાડીઓમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેથી પોલીસ અને લોકો વચ્ચે તથા કોઈ ભીડભાડ વાળી જગ્યાએ પબ્લિક એનાઉન્સમેન્ટ કરી શકે છે. તે ઉપરાંત તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસની Flikaring લાઈટનો ઉપયોગ કરવામાં આવશે. જેથી શહેરના નાગરિકોને સલામતી હોવાનું અનુભવ થશે.
50 સિસ્ટમ પોલીસને અપાઈ
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતએ કહ્યું કે, લાઈટિંગથી લોકોને પોલીસ હોવાની જાણ થઈ જશે. સાથે જ 50 જેટલી સિસ્ટમ પોલીસના અલગ અલગ પીઆઈ સહિત, ટ્રાફિક પોઈન્ટ માટે આપવામાં આવી છે. જેથી પોલીસ દ્વારા લોકોને જ્યારે એક સાથે સંદેશો આપવાનો હોય ત્યારે તેમને આસાનીથી આપી શકાય તેમ છે. વળી રાત્રિ સહિતના અંધારામાં પણ લાઈટિંગથી પોલીસની ઓળખ થઈ શકશે.








