VIDEO: સુરેન્દ્રનગરમાં ગરબા બાદ મુશ્કેલીમાં ફસાયેલી 5 મહિલાઓને પોલીસે ઘરે પહોંચાડી
સુરેન્દ્રનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે 850થી વધુ સ્થળોએ ગરબાનો રંગ ચઢ્યો..જ
સુરેન્દ્રનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે 850થી વધુ સ્થળોએ ગરબાનો રંગ ચઢ્યો..જોકે ગરબા પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરતી પાંચ મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ. અલગ-અલગ વિસ્તારોમાં તેમના વાહનો ખરાબ થઈ ગયા, અને કેટલીકને તો વાહનો જ ન મળ્યા. પણ અહીં પોલીસની તૈયારીએ તેમને રાહત આપી."બી-ડિવિઝનના પી.આઈ. અને અન્ય અધિકારીઓને આ વાતની જાણ થતાં તરત જ 'શી-ટીમ'ને રવાના કરવામાં આવી. રસ્તા પર અટવાયેલી આ મહિલાઓને શોધી કાઢી અને તેમને સુરક્ષિત ઘર સુધી પહોંચાડ્યા. મહિલાઓએ પોલીસનો આભાર માન્યો કહ્યું, 'આટલી રાત્રે મદદ મળી તો ડર લાગ્યો નહીં.'




