MEHSANA : કડીમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીને પોલીસે જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી
Mehsana News : મહેસાણા જિલ્લાના કડીમાં પોલીસ પર હુમલો કરવો એક આરોપીને ભારે પડ્ય

Mehsana News : મહેસાણા જિલ્લાના કડીમાં પોલીસ પર હુમલો કરવો એક આરોપીને ભારે પડ્યું છે. પોલીસ પર હુમલો કરનાર આ આરોપીને દબોચીને પોલીસે જાહેરમાં માફી મંગાવી છે.
મહેસાણા જિલ્લાના કડીમાં હત્યાના ગુનામાં કોર્ટ વોરંટમાં પકડવા ગયેલ આરોપી ઈરફાન ગીરીએ કોન્સ્ટેબલ પર હુમલો કરીને ભાગી જવાનો પ્રયાસ કયો હતો. કડીના ઘુમટીયા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે ગીરી મલેક સામે કડી પોલીસ મથકમાં થોડા વર્ષો અગાઉ હત્યાનો કેસ દાખલ થયો હતો અને કેસની કાર્યવાહી મહેસાણા સ્ટેશસ કોર્ટમાં ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઈરફાન ઉર્ફે ગીરી કોર્ટની મુદત મુજબ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવેલું હતું.
કડીના ઘુમટીયા વિસ્તારમાં રહેતો ઇરફાન ઉર્ફે ગીરી મલેક જેના વિરુદ્ધમાં થોડાક વર્ષો અગાઉ હત્યાનો કેસ કડી પોલીસ મથકમાં દાખલ થયો હતો અને સંપૂર્ણ કેસની કાર્યવાહી મહેસાણા સ્ટેશસ કોર્ટમાં ચાલી રહેલી છે. છેલ્લા ઘણા સમયથી ઈરફાન ઉર્ફે ગીરી કોર્ટની મુદત મુજબ કોર્ટમાં હાજર ન રહેતા નામદાર કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવેલું હતું.
બે ગુનામાં કોર્ટ સામે હાજર ન થતા ઇરફાન ઉર્ફે ગિરી સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કરીને કડી પોલીસ સ્ટેશનના PI ને સૂચના આપી હતી કે આરોપીને પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.
15મી ઓગષ્ટને સવારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ઈરફાન જાસલપુર ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં ઉભેલ છે. બાતમીને આધારે કડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દિપકભાઈ અને પૂરક કુમાર આરોપી ઈરફાનને પકડવા જતા ઇરફાને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી અને કોન્સ્ટેબલને બટકું ભરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે ઘટનાની જાણ થતા કડી PI સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો લીધો હતો. ત્યારબાદ આરોપીને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી.








