મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોરેન્સ બિશ્નોઇ, રોહિત ગોદારા ગેંગના નામે ખંડણી માંગતા 4 આરોપીઓની સુરત પોલીસે કરી ધરપકડ

સુરત જિલ્લા LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોડ પોલીસને મોટી સફળ

લોરેન્સ બિશ્નોઇ, રોહિત ગોદારા ગેંગના નામે ખંડણી માંગતા 4 આરોપીઓની સુરત પોલીસે કરી ધરપકડ

સુરત જિલ્લા LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોડ પોલીસને મોટી સફળતા મળી છે. લોરેન્સ બિશ્નોઇ, રોહિત ગોદારા ગેંગના માણસો કહી ખંડણી માંગતા 4 ખંડણીખોરોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે.

પકડ્યાયેલા ચારેય આરોપી રાજસ્થાનના કુચામન સિટીમાં વેપારીઓ પાસે ખંડણી માંગતા હતા. વેપારીને વોટસએપ કોલ અને વોટસએપ વોઇસ મેસેજ મોકલી ખંડણીની માંગણી કરતા હતા. ચારેય આરોપી વેપારીને ફોન કરીને લોરેન્સ બિશ્નોઇ, રોહિત ગોદારાના માણસો બોલીએ છીએ કહી 2 કરોડની ખંડણી માંગતા હતા. ખંડણી નહિ આપે તો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનના કુચામન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

રાજસ્થાન પોલીસને આરોપીઓ ગુજરાત થઈને મુંબઈ તરફ જતા હોવાની બાતમી મળી હતી. જે બાદ રાજસ્થાન પોલીસ દ્વારા ગુજરાત પોલીસને જાણ કરતા સુરત જિલ્લા પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન કામરેજ ટોલ નાકા નજીકથી પોલીસે વર્ના કારમાંથી 4 આરોપીઓને દબોચી લીધા હતા. જે બાદ સુરત પોલીસે આરોપી સફિક ખાન, સરફરાઝ ખાન, સોયેબ ખાન, રહીમ ખાનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સુરત ગ્રામ્ય પોલીસે રાજસ્થાન પોલીસને આરોપીનો કબ્જો સોંપ્યો હતો.

આ સમાચાર શેર કરો