VIDEO: લાયસન્સિંગ એજન્ટ તરીકે છેતરપિંડી આચરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
એક સમયે ટ્રક ડ્રાઈવર અને પથ્થરની ખાણમાં મજૂરી કરનાર વ્યક્તિ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મુખ્ય આ


એક સમયે ટ્રક ડ્રાઈવર અને પથ્થરની ખાણમાં મજૂરી કરનાર વ્યક્તિ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મુખ્ય આરોપી બની ગયો છે. લાયસન્સિંગ એજન્ટ તરીકે ઓળખ આપી સરકારી વિભાગોમાં ઓળખાણ હોવાનો દાવો કરી લોકોને છેતરનાર આ દંપતીને અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી લીધો છે. તપાસમાં આરોપીના થલતેજ બેંક લોકરમાંથી સાડા ચાર કિલો સોનું, 837 ગ્રામ ચાંદી સહિત કુલ 6 કરોડ 30 લાખ રૂપિયાની મિલકત જપ્ત કરાઈ છે. લોકરમાંથી પણ કરોડોના દાગીના અને 33 વીમા પોલિસીઓ મળી આવી છે. વિજાપુરના એક વેપારી પાસેથી કેનેડા છેતરપિંડીના પૈસા પાછા અપાવવાના બહાને 2 કરોડ 27 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસ વધુ બેનામી મિલકતોની તપાસ કરી રહી છે.




