મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથ: દેશી ગોળમાં કેમિકલ વાપરતી 5 પેઢીઓ પર પોલીસ અને ફૂડ વિભાગની રેડ, 1.12 લાખનો જથ્થો ટેસ્ટિંગમાં મોકલ્યો

તાજેતરમાં કેટલાક સમયથી ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર અનેક વિસ્તારોમાં

ગીર સોમનાથ: દેશી ગોળમાં કેમિકલ વાપરતી 5 પેઢીઓ પર પોલીસ અને ફૂડ વિભાગની રેડ, 1.12 લાખનો જથ્થો ટેસ્ટિંગમાં મોકલ્યો

તાજેતરમાં કેટલાક સમયથી ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર અનેક વિસ્તારોમાં રેડ પાડી રહી છે એવામાં ફરીથી ગીર સોમનાથમાં ઓર્ગેનિક ગોળના નામે કેમિકલયુક્ત ગોળ બનાવતા રાબડાઓ પર પોલીસની SOG ટીમ રેડ પાડવા ત્રાટકી હતી. જેમાં, 5 સ્થળો પરથી કુલ 1.12 લાખની કિંમતનો કેમિકલનો જથ્થો લઈ ફૂડ વિભાગ દ્વારા લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

5 સ્થળો પરથી 1.1235 લાખનું ઔધોગિક ગ્રેડનું કેમિકલ ઝડપ્યું 

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને સૂત્રાપાડા પંથકમાં શ્રીજી ફાર્મ, ભાગ્યોદય ઓર્ગેનિક ગોળ, ત્રિદેવ ગોળ,ત્રિમૂર્તિ એન્ટરપ્રાઈઝ, માધવ નામની પેઢીઓ પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં તપાસ દરમિયાન કેમિકલયુક્ત જથ્થો ધ્યાને આવતા કબજે કરાયો હતો. 5 સ્થળો પરથી કુલ 1.1235 લાખનો ઔધોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ, સેફોલાઈટ તથા ઔધોગિક ગ્રેડનું એસિડ તથા ચુનો વગેરે જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રેડ પાડતાં થયો હતો મોટો ખુલાસો, સ્વચ્છતાનું જરા પણ ધ્યાન નહિં

દેશી ગોળ બનાવવામાં કેમિકલનો ઉપયોગ થયાનું જાણ થતાં પોલીસે 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એવામાં તેમાંથી એક પેઢીમાં દેશી ગોળ બનાવતી સ્વચ્છતાનું જરા પણ ધ્યાન રાખવામાં ન હતું. કોઈ મશીનથી નહિં પણ માણસ દ્વારા અને તે પણ ખુબ જ ગંદી રીતે ડબ્બામાં ગોળ ભરવામાં આવતો હતો. તેને ઠરાવવા માટે ખુલ્લામાં મુકી રાખતાં તેના પર ઘણીબધી માખીઓ બેસતી હતી. 

આ પણ વાંચો : અમેરિકાની જેમ ભારતમાંથી પણ ગેરદાયદેસર બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી, અનેક કુકર્મોના રેકેટનો થયો પર્દાફાશ

ગીર સોમનાથ જીલ્લામા ગીર પંથકનો દેશીગોળ ખૂબજ પ્રખ્યાત છે અને લોકો ઓર્ગેનિક ગોળનો ખૂબ જ ઉપયોગ પણ કરી રહ્યા છે, પરંતુ આજે આપને જાણીને નવાઈ લાગશે કે આ ઓર્ગેનિક દેશીગોળ બનાવવા કેમિકલયુક્ત પદાર્થોનો ઉપયોગ થાય છે અને તે ખૂબ જ હાનિકારક છે. ગીરસોમનાથ જીલ્લા એસ ઓ જી પોલીસે તાલાલા અને સૂત્રાપાડા પંથકમા ગોળના રાબડાઓ પર રેડ કરી અને ફૂડ વિભાગ દ્રારા નમૂના લેવાયા ત્યારે સ્થળ પરથી ઔધોગિક ગ્રેડનુ સોડિયમ, હાઇડ્રો સલ્ફાઇડ, ઔધોગિક ગ્રેડનુ એસીડ તથા યુનો આવા કેમિકલયુક્ત પદાર્થો મળી આવ્યા હતા.

આ સમાચાર શેર કરો