મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને પોલીસ એલર્ટ, 4000થી વધુ પોલીસકર્મી તૈનાત; 400થી વધુ CCTV દ્વારા રાખવામાં આવશે નજર

અમદાવાદમાં બ્રિટિશ રોકબેન્ડ 'કોલ્ડપ્લે' કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 25-26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદ

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને પોલીસ એલર્ટ, 4000થી વધુ પોલીસકર્મી તૈનાત; 400થી વધુ CCTV દ્વારા રાખવામાં આવશે નજર

અમદાવાદમાં બ્રિટિશ રોકબેન્ડ 'કોલ્ડપ્લે' કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 25-26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કોન્સર્ટને લઇને પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. પોલીસ અધિકારી, કર્મચારી મળી કૂલ 3825 સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. NSGની એક ટીમ પણ બંદોબસ્તમાં જોડાઇ છે. 

કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને અમદાવાદ પોલીસ એલર્ટ

અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખતા પોલીસ એલર્ટ થઇ ગઇ છે. પોલીસે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો છે. અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટમાં દેશ-વિદેશના 2 લાખ જેટલા ફેન્સ આવશે. સ્ટેડિયમમાં 3825 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે.

આ સિવાય 3581 પોલીસકર્મી 142 PSI, 63 PI, 25 ACP, 14 DCP સ્ટાફ હાજર રહેશે. આ સિવાય QRTની 3 ટીમ, NSGની એક ટીમ, SDRFની એક ટીમ, BDDSની 10 ટીમ તૈનાત રહેશે.શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોલ્ડ પ્લે કોન્સર્ટને લઇને સુરક્ષાની તમામ તૈયારીઓ અમદાવાદ પોલીસ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. 

કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ રિવ્યુ કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ પોલીસ કમિશનરે વિવિધ સૂચનાઓ આપી હતી. પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. તમામ પ્રેક્ષકોનું કડક ચેકિંગ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: આજથી અમદાવાદમાં કોલ્ડપ્લેનો હોટ ફીવર, બે દિવસમાં બે લાખથી વધુ પ્રેક્ષકો આવશે

સુરક્ષામાં કોઇ ચૂક ના રહે તેના માટે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. મહિલાઓ માટે પણ વધુ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ વધુ પ્રમાણમાં આવવાની હોવાથી ચેકિંગ કાઉન્ટર પણ વધારે ઉભા કરવામાં આવશે. 400થી વધુ CCTV દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો