પાટણ: સમી તાલુકાના પંચાયતના ઇજનેરની અટકાયત, 4 વર્ષ જૂના લાંચના કેસમાં પોલીસનું એક્શન
પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયતના મદદનીશ ઈજનેરની પોલીસે અટકાયત કરી છે. મદદનીશ ઈજનેર રીગલ આર પટેલે વર્ષ 2020-21માં પ

પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયતના મદદનીશ ઈજનેરની પોલીસે અટકાયત કરી છે. મદદનીશ ઈજનેર રીગલ આર પટેલે વર્ષ 2020-21માં પોરબંદર ખાતે ફરજ દરમિયાન ગોસા ગ્રામ પંચાયતના સરપંચ પાસે લાંચ માંગી હતી. ગ્રામ પંચાયતના સરપંસ પાસે બિલ મંજૂર કરાવવા ટકાવારી પેટે 15000ની માંગણી કરી હતી.
4 વર્ષ જૂના લાંચ કેસ મામલે મદદનીશ ઈજનેરની અટકાયત
મદદનીશ ઈજનેર રીગલ પટેલની અટકાયત તેમના ઘરમાંથી જ કરવામાં આવી હતી. ગોસા ગ્રામ પંચાયતના સરપંચે તે સમયે પૈસા આપતો વીડિયો ઉતાર્યો હતો. પાટણ જિલ્લા કચેરીને મેઇલથી જાણ કરવામાં આવી હતી.




