PMKY યોજનાની લિંક આવે તો ચેતી જજો, બનાસકાંઠાના ખેડૂતોએ 3.80 લાખ રૂપિયા ગુમાવ્યા
બનાસકાંઠાના વડગામમાં PMKY યોજનાની લિંક ઓપન કરતા ખેડૂતોના ખાતામાંથી 3.80 લાખ રૂપિયા

બનાસકાંઠાના વડગામમાં PMKY યોજનાની લિંક ઓપન કરતા ખેડૂતોના ખાતામાંથી 3.80 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. ગઠિયાએ મોકલેલા લિંક ઓપન કરતાની સાથે જ પશુપાલકો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હતા. વડગામના 4 પશુપાલકોના રૂપિયા 3.80 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
વડગામના ખેડૂતો બન્યા સાયબર ક્રાઇમનો ભોગ
બનાસકાંઠા જિલ્લાની દૂધમંડળીઓના વોટ્સએપ ગ્રુપમાં PMKY યોજનાની આ લિંક આવી હતી. પોલીસે અગાઉ પણ આ પ્રકારની લિંક ઓપન ન કરવા માટે ખેડૂતોને સાવચેત કર્યા હતા. વડગામના 4 પશુપાલકોએ PMKY યોજનાની લિંક વોટ્સએપ પર ઓપન કરતા જ તેમના ખાતામાંથી 3.80 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે PMKY યોજના?
દેશના શિક્ષિત બેરોજગારોને બેરોજગારીની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKY) શરૂ કરવામાં આવી હતી. PMKY યોજના હેઠળ બેરોજગારોને સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર દ્વારા તાલીમ આપવામાં આવે છે.PMKY યોજના હેઠળ સરકાર તાલીમ અને પ્રામણપત્ર સાથે 8000 રૂપિયા પણ આપી રહી છે.








