લોકસભા ચૂંટણી 2024: PM મોદી 7 તારીખે મતદાન કરવા આવશે અમદાવાદ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા છે. 7 તારીખે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર મતદાન યોજાશે. મળત

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા છે. 7 તારીખે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર મતદાન યોજાશે. મળતા અહેવાલ પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન કરવાના છે. 7 તારીખે સવારે 7:30 કલાકે PM મોદી મતદાન કરશે. અમદાવાદની રાણીપની નિશાન વિદ્યાલયમાં તેઓ મતદાન કરશે.
ક્યા નેતા ક્યા કરશે મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થલતેજમાં મતદાન કરશે
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ખાનપુર ખાતે મતદાન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારીમાં મતદાન કરશે
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
વજુભાઇ વાળા રાજકોટમાં મતદાન કરશે
મનસુખ માંડવિયા પાલીતાણામાં મતદાન કરશે
પરશોત્તમ રૂપાલા અમરેલીમાં મતદાન કરશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં મતદાન કરશે
વડાપ્રધાન નરેન્દ્રમોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટે઼લ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રદેશ સી.આર. પાટીલ, આનંદીબેન પટેલ, પરશોત્તમ રૂપાલા સહિત ભાજપના દિગ્ગજ નેતા રાજ્યના વિવિધ શહેરોના મતદાન કેન્દ્રોમાં મતદાન કરશે.








