PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં વનતારા- સાસણ ગીરની લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી જામનગર,સોમનાથ અને સાસણગીરની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી જામનગર,સોમનાથ અને સાસણગીરની મુલાકાત લેશે. પીએમ મોદીની મુલાકાતને પગલે તંત્ર સજ્જ થઇ ગયું છે.
PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે જામનગર આવશે. એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કર્યા બાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. રાત્રી રોકાણબાદ આવતીકાલે સવારે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. રિલાયન્સ રિફાઇનરીની અંદર આવેલા વનતારાની પીએમ મોદી મુલાકાત લેશે.વનતારાની મુલાકાત બાદ તે સીધા જ ગીર સોમનાથ જીલ્લામાં જવા માટે રવાના થશે. PM મોદીના કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે.
સાસણ ગીરની મુલાકાત લેશે
PM મોદીના સાસણ ગીરના પ્રવાસ અંતર્ગત 2 માર્ચના જંગલ સફારીના પ્રવાસીઓ માટે બંધ રહેશે. પ્રવાસીઓ માટે 3 માર્ચે બપોર સુધી જંગલ સફારી બંધ રહેશે. 2 માર્ચના રોજ PM મોદી સાસણગીર આવશે. 2 માર્ચના સાસણ ગીર ખાતે PM મોદી રાત્રી રોકાણ કરવાના છે. 'વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે' અંતર્ગત PM મોદી સાસણમાં વિશેષ બેઠકમાં ભાગ લેશે.
સોમનાથ પણ જશે PM મોદી
વડાપ્રધાન મોદી 3 માર્ચના બપોરે 12 વાગ્યાની આસપાસ સોમનાથ જશે. સોમનાથ મંદિરના પટાગણમાં પીએમ મોદીના આગમનને લઇને જીલ્લા પોલીસ તંત્રની મહત્ત્વની મીટિંગ SP મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. વડાપ્રધાનના સોમનાથ આગમનને લઇને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.








