માર્ચના પ્રથમ સપ્તાહમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભાજપ સંગઠનમાં નવાજૂનીનાં એંધાણ
ગુજરાત: માર્ચ 2025નો પ્રથમ સપ્તાહ ગુજરાતની રાજનીતિ માટે હાઇ વોલ્ટેજ સાબિત થઇ

ગુજરાત: માર્ચ 2025નો પ્રથમ સપ્તાહ ગુજરાતની રાજનીતિ માટે હાઇ વોલ્ટેજ સાબિત થઇ શકે છે. માર્ચ મહિનામાં બે વખત પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસથી પ્રદેશ ભાજપ સંગઠનને લઇને ચર્ચા વિચારણા થઇ શકે છે. PM મોદી અને કેન્દ્રીય નેતાઓના પ્રવાસથી ગુજરાતની રાજનીતિમાં નવા જુનીના થવાના એંધાણ છે.
માર્ચ મહિનામાં પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. PM મોદી 2 અને 3 માર્ચે ગુજરાતના પ્રવાસે છે. 2 માર્ચે સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. 3 માર્ચે PM મોદી સોમનાથ મંદિરે જશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ 1 અને 2 માર્ચે ગુજરાત પ્રવાસે છે. 1 માર્ચે સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે. 2 માર્ચે સવારે હેલિકોપ્ટર માધ્યમે મહેસાણાના વિજાપુર પહોચશે. 2 માર્ચે અમિત શાહ નવનિર્મિત ગોવર્ધન મંદિરે દર્શન કરશે. બપોરે 01:30 કલાકે GC હાઈસ્કૂલની મુલાકાત પણ લેશે.
વડાપ્રધાન જામનગરની મુલાકાત લેશે
રાજ્યમાં આગામી 1 અને 2 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસ પર છે, ત્યારે 1 માર્ચના રોજ વડાપ્રધાન જામનગર જિલ્લાની મુલાકાત લેશે. જેમાં જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરે તેવી સંભાવના છે. જો કે, વડાપ્રધાનના જામનગરના પ્રવાસને લઈને હજુ સુધી સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ નથી. જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીની રાહબર હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેવાના છે, ત્યારે જામનગરના એરપોર્ટથી છેક લાલ બંગલા-સર્કિટ હાઉસ સુધી કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે એરપોર્ટથી જામનગરના લાલ બંગલા સુધીના રૂટ પર બેરીકેટિંગ સહિતની કામગીરીને લઈને તંત્ર તૈયારીમાં છે. જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો સહિતના પોલીસ કાફલાની બંદોબસ્તની સ્કીમ પણ તૈયાર કરવામાં આવી રહી છે.








