Bhavnagar news: PM મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે, એરપોર્ટથી સુભાષનગર સુધી કરશે રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે. ભાવનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે. ભાવનગર એરપોર્ટથી સભા સ્થળ સુધી "મોદી @ 75" થીમ પર વડાપ્રધાનનો રોડ શો યોજાશે. મોદી શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાવનગર આવી રહ્યા છે.
PM મોદી લોથલ પણ જશે
વડાપ્રધાન મોદી સવારે 9:45 ભાવનગર એરપોર્ટ પર લેન્ડ થશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે એરપોર્ટથી સુભાષનગર સુધી રોડ શો કરશે. સવારે 10:45 જવાહર મેદાન સભા સ્થળ પર પહોંચશે. મોદી શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાવનગર આવી રહ્યા છે. જવાહર મેદાનથી તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને દેશને હજારો કરોડ રૂપિયાની ભેટ રજૂ કરશે, ત્યારબાદ તેઓ બપોરે 12:30 વાગ્યે ભાવનગરથી લોથલ જશે, જ્યાં તેઓ નિરીક્ષણ અને બેઠક કરશે.




