મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, ગુજરાતમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો 

ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને પગલે પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત

પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, ગુજરાતમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો 

ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને પગલે પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ભારે વરસાદને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરથી સંકટ છે. સૌથી વધુ નવસારી અને વલસાડ જિલ્લો વરસાદથી પ્રભાવિત થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. 

પીએમ મોદીએ ફોન કરીને રાજ્યમાં ભારે વરસાદને પગલે ઊભી થયેલી વિકટ સ્થિતિ અંગે માહિતી મેળવી. પીએમ મોદીએ આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર આ સ્થિતિને નિપટવા માટે એનડીઆરએફ સહિત તમામ આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવશે. 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોસ્ટ કરીને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી. 

આ સમાચાર શેર કરો