મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ પિરાણા દરગાહ જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ, ગામમાં અજંપાભરી સ્થિતિ

પિરાણા દરગાહની જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. સમગ્ર પીરાણા ગામમાં જડબ

અમદાવાદ/ પિરાણા દરગાહ જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ, ગામમાં અજંપાભરી સ્થિતિ

પિરાણા દરગાહની જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. સમગ્ર પીરાણા ગામમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અમદાવાદ નજીકના પિરાણા ગામમા બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરગાહની જમીનના વિવાદમાં થઈ હતી. દરગાહના પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર કરાયો હોવાનો ફરીથી વિવાદ ઉભો થયો છે. આ મામલે અગાઉ પણ મોટો વિવાદ થયો હતો. 

પિરાણા દરગાહ જમીન વિવાદ મામલે ગત મોડી રાતે બે જૂથો આમને સામને આવી જતા વિવાદ વકર્યો હતો. જેને પગલે સમગ્ર પીરાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. srp સહીત સશસ્ત્ર જવાનોને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ સ્થિતી પર કાબુ મેળવ્યો છે પરંતુ ગામમાં અજંપાભરી સ્થિતિ યથાવત છે. 
 

આ સમાચાર શેર કરો