મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીસા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે ગુજરાત હાઈકોર્ટમાં PIL

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ અને અનેક લોકોના મૃત્યુના ગંભીર મામલે ગ

ડીસા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે ગુજરાત હાઈકોર્ટમાં PIL

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ અને અનેક લોકોના મૃત્યુના ગંભીર મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમકોર્ટના આદેશ બાદ, ગુજરાત હાઈકોર્ટે આ અંગે પીડિતો દ્વારા કરાયેલી અરજીને હવે જનહિતની અરજી (PIL) તરીકે હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટે GPCB, ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને ગુજરાત ફાયર સર્વિસના ડિરેક્ટરને પક્ષકાર બનાવવા આદેશ કર્યો છે. પીડિતો વતી વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મૃતકોને 2 કરોડ વળતર,  સમગ્ર તપાસ રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવા અને સરકારના જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી અધિકારીઓને આરોપી બનાવવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે વધુ સુનાવણી 25 નવેમ્બરના રોજ હાથ ધરાશે. 

આ સમાચાર શેર કરો