મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે આરોપીઓને જામીન આપવા હાઈકોર્ટનો સાફ ઇનકાર, સરકારને પણ કર્યો આ સવાલ

ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્લાસ્ટ કે

Banaskantha news: ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે આરોપીઓને જામીન આપવા હાઈકોર્ટનો સાફ ઇનકાર, સરકારને પણ કર્યો આ સવાલ

ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્લાસ્ટ કેસ સાથે સંકળાયેલા લોકોને જામીન આપવા હાઈકોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે.  હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ આ મામલે SIT ની રચના અને તેના રિપોર્ટ અંગે પ્રશ્ન કર્યો છે.

SIT ની રચના અને તેના રિપોર્ટ અંગે સરકારને સવાલ 

 બનાસકાંઠાનાં ડીસામાં એક કારખાનામાં માત્ર દારૂખાનાંનાં સ્ટોરેજની મંજૂરી લઈ ફટાકડાના ગેરકાયદે ઉત્પાદનનું કામ ચાલતું હતું. આ દરમ્યાન ભયંકર બ્લાસ્ટ થતાં 21 જેટલા પરપ્રાંતીય શ્રમિકોના મોત નિપજ્યાં હતા. આ મામલે આજે બ્લાસ્ટ કેસ સાથે સંડોવાયેલા આરોપીઓને જામીન આપવાનો કોર્ટે ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ આ મામલે SIT ની રચના અને તેના રિપોર્ટ અંગે સવાલ કર્યો છે. 

આ સમાચાર શેર કરો