VIDEO: ગિરિમથક સાપુતારામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો
ડાંગના ગિરિમથક સાપુતારામાં પડેલા ધોધમાર વરસાદ બાદ વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી, જેન
ડાંગના ગિરિમથક સાપુતારામાં પડેલા ધોધમાર વરસાદ બાદ વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી, જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ધુમ્મસના કારણે પ્રવાસીઓનો આનંદ બમણો થઈ ગયો હતો. આ સ્થિતિના કારણે સાપુતારા મિનિ કાશ્મીર જેવું બન્યું હતું. શીત લહેરે વાતાવરણને વધુ આહલાદક બનાવી દીધું. ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની ફરજ પડી હતી. પ્રવાસીઓએ આ મનોહર દૃશ્યોનો ભરપૂર આનંદ માણ્યો, અને સાપુતારાની કુદરતી સુંદરતા ફરીવાર ઝળકી ઉઠી છે. આવા વાતાવરણે સાપુતારાને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું.




