મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પીકઅપ ડાલાએ મોપેડને મારી ટક્કર, બે બાળકોના કરૂણ મોત

અમદાવાદના ભાડજ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. પીકઅપ ડાલા અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મો

Ahmedabad news: પીકઅપ ડાલાએ મોપેડને મારી ટક્કર, બે બાળકોના કરૂણ મોત

અમદાવાદના ભાડજ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. પીકઅપ ડાલા અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોપેડ પર સવાર બે બાળકોના મોત નિપજ્યા હતા, જ્યારે માતાને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાઇ છે. 

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ભાડજ રોડ પર પીકઅપ ડાલા અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. ડાલાની ટક્કર એટલી ભયાવહ હતી કે એક્ટિવા પર સવાર 6 અને 10 વર્ષના બંને બાળકોનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું, જ્યારે માતાને ગંભીર ઇજા થતાં તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો