મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI કરાયા ફરજ મોકૂફ, દારૂ પકડવામાં નિષ્ફળ જતાં CP એ કરી કાર્યવાહી

શહેર કોટડાના રામકુમાર મીલ પાસેથી પીસીબીએ 77 લાખની કિંમતનો દારુ ઝડપ

Ahmedabad news: શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI કરાયા ફરજ મોકૂફ, દારૂ પકડવામાં નિષ્ફળ જતાં CP એ કરી કાર્યવાહી

શહેર કોટડાના રામકુમાર મીલ પાસેથી પીસીબીએ 77 લાખની કિંમતનો દારુ ઝડપી પાડતા શહેરકોટડા પોલીસને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફરજમોકૂફ કરાયા છે. પ્રોહીબિશન પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળ રહેલા પોલીસ અધિકારી સામે પોલીસ કમિશનરે તાત્કાલિક પગલાં લીધા છે. 

દારૂ પકડવામાં નિષ્ફળ ગયેલા પોલીસ અધિકારી સામે કાર્યવાહી

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશની હદ વિસ્તારમાં સંતરાની આડમાં મસમોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરજ મોકૂફ કરાયા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન પ્રવૃત્તિને રોકવામાં નિષ્કાળજી અને બેદરકારીને લઈને પોલીસ કમિશનરે પીઆઈ એમ.ડી. ચંદ્રવાડીયાને ફરજ મોકૂફ કર્યા છે. શહેર કોટડાના રામકુમાર મીલ પાસેથી પીસીબીએ 77 લાખની કિંમતનો દારુ ઝડપી પાડ્યો હતો. 

આ સમાચાર શેર કરો