મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા વીજકર્મીના મોતને લઈ ઊર્જા મંત્રીને આવેદનપત્ર, કાર્યવાહીની માગ

આમોદ તાલુકાના કોલવણાની સીમમાં હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા એક વીજકર્મીનું મ

હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા વીજકર્મીના મોતને લઈ ઊર્જા મંત્રીને આવેદનપત્ર, કાર્યવાહીની માગ

આમોદ તાલુકાના કોલવણાની સીમમાં હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા એક વીજકર્મીનું મોત નિપજયુ હતુ. વીજ કંપની કર્મચારીઓમાં અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા નોટિસ  પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. 

ત્રણ કર્મચારીઓને ઇજા

જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા લાઈનમેનને  ફરજ દરમ્યાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય ત્રણ કર્મચારીઓને ઇજા થવાના બનાવમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઊર્જા મંત્રી ને સંબોધેલ આવેદનપત્ર પાઠવી કાર્યવાહી ની માંગ કરી છે.

સવાલો કરાયા

આવેદનપત્રમા કહેવાયુ કે, જીયુવીએનએલ અને જેટકો કંપનીના ડિઝાસ્ટરના પ્રસ્થાપિત નિયમ મુજબ ભરૂચ સર્કલના અધિક્ષક ઈજનેર દ્વરા યોગ્ય નિર્ણય ન લેવાની શંકા થતી જણાયેલ અને જેના પરિણામ સ્વરૂપમાં સંસ્થાના કર્મચારી  એમ.એ.ગોહિલને પ્રાણ ઘટક  અકસ્માત સાથે સાથે ત્રણ કર્મચારીઓને ઇજા થઇ છે ..જેમાં વધુમાં  જણાવાયું છે કેબતારીખ: ૨૩,૦૭,૨૦૨૪ થી સદર લાઈન ફોલ્ટમાં હતી ચોમાસાની ઋતુના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સકર્યુલર મુજબ સુપ્રિટેન્ડિંગ ઇજનેર  દ્વારા ફોલ્ટ એટેન્ડ કરવા જીયુવીએનએલ અને જેટકોના પ્રસ્થાપિત નિયમાનુસાર કોન્ટ્રાકટ એજન્સીને બોલાવી ઝડપીમાં ઝડપી કામગીરી કરાવવાની હોય છે છતાં આ કામગીરી કેમ સ્ટાફ પાસે કરાવવામાં આવી ? તે વિચારવાની બાબત છે. શું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં કોટ્રેક્ટરોનું લિસ્ટ ફક્ત માહિતી પુરતું રાખવામાં આવે છે ? 

આ સમાચાર શેર કરો