મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana: ચૌધરી સમાજમાં રોષ, ભરત ચૌધરી હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદન

બનાસકાંઠામાં થયેલી ભરત ચૌધરીની કરપીણ હત્યા મુદ્દે મહેસાણાના ચૌધરી સમાજ પણ રોષે

તસવીર: GSTV

બનાસકાંઠામાં થયેલી ભરત ચૌધરીની કરપીણ હત્યા મુદ્દે મહેસાણાના ચૌધરી સમાજ પણ રોષે ભરાયા  હતા. મોટી સંખ્યામાં  આગેવાનો અને યુવાનો એકત્રિત થઈને ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમાજની મુખ્ય માંગ  છે કે આ સંવેદનશીલ કેસની તપાસ કોઈ નાના અધિકારીને બદલે SP અથવા DySP કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે અને તપાસમાં પારદર્શિતા જળવાય અને આરોપીઓ સામે  કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનની હત્યાના ચકચારી બનાવમાં પૈસાની લેતી-દેતીમાં થયેલી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 6 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો